Jay Ambe Rasoiya

Jay Ambe Rasoiya We offers catering services for parties, functions, outdoor catering, Institutional catering. We provides Gujarati, Punjabi, Chinese and other indian food.
(5)

03/08/2024
*જય અંબે કેટરર્સ અંકલેશ્વર,* ઉત્તરાયણના તહેવાર નિમિત્તે સુરતી ઊંધિયું મળશે.સ્થળ: ફલક પતંજલિ સ્ટોર્સ, પારસ મેડિકલની નીચે,...
06/01/2024

*જય અંબે કેટરર્સ અંકલેશ્વર,* ઉત્તરાયણના તહેવાર નિમિત્તે સુરતી ઊંધિયું મળશે.
સ્થળ: ફલક પતંજલિ સ્ટોર્સ, પારસ મેડિકલની નીચે, મહાવીર શોપિંગ સેન્ટર, બ્રિજનગર સામે, અંકલેશ્વર.

રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ નિમિત્તે મોહનથાળ, કોપરપાક,  ફુલવડી, સુરતી પાતરાનો ઓર્ડર લેવામાં આવશે.
15/08/2023

રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ નિમિત્તે મોહનથાળ, કોપરપાક, ફુલવડી, સુરતી પાતરાનો ઓર્ડર લેવામાં આવશે.

Happy Dhanteras to all of you
22/10/2022

Happy Dhanteras to all of you

It's breakfast time @ Jay Ambe Rasoiya & Jay ambe caterers ankleswar gujrat
18/10/2022

It's breakfast time @ Jay Ambe Rasoiya & Jay ambe caterers ankleswar gujrat

Book your order now..
24/08/2021

Book your order now..

Book ur order now
09/08/2021

Book ur order now

Vej. Biriyani and baigan bhartha in O.D.C( out door catering) service by jay ambe rasoiya( caterers) .....
02/12/2020

Vej. Biriyani and baigan bhartha in O.D.C( out door catering) service by jay ambe rasoiya( caterers) .....

Happy ekadashi to all of you...
11/11/2020

Happy ekadashi to all of you...

Stay at home, make your self safe...
18/04/2020

Stay at home, make your self safe...

Contact for quality food...
01/09/2019

Contact for quality food...

13/01/2019

Aloo Kachori recipe
सामग्री :-
मैदा /आटा
नमक
तेल
गरम पानी
उबाल हुआ आलू – 2
जीरा
अजवाइन
हरी मिर्च
अदरख पेस्ट
धनिया पत्ता
मिर्ची पाउडर
हल्दी पाउडर
आप पढ़ रहे है आलू कचौड़ी कैसे बनाते है? अगर आप कुछ और बनाना चाहे तो ये भी #1.मिनटों में चटपटा झालमुड़ी बनाये ?and #2. समोसा कैसे बनाते है? बना सकती है |

बनाने की विधि :-
पहले मैदा में नमक मिलाये |
उसके बाद गरम पानी थोड़ा-थोड़ा डालकर उसे मिलाये |
उसके बाद थोड़ा तेल डालकर मिलाये |
फिर पैन को गैस पे रखे और तब तक उस आलू को मिस कर पेस्ट बना ले |
फिर पैन में तेल डाल दे और उसमे ज़ीराऔर अजवाइन डाल दे |
फिर हरी मिर्च, अदरक पेस्ट डाल दे |
फिर आलू डाल दे और उसे मिलाये |
फिर हल्का हल्दी पाउडर, धनिया पाउडर डाल दे |
और नमक डाल कर मिलाये और फिर किसी बर्तन में निकाल दे |
फिर अब कढ़ाई / पैन चढ़ाये और उसमे तेल डाले इतना तेलडाले जिससे की आपकी कचोड़ी अच्छी तरह से तेल के अंदर हो |
फिर आटे को फिर से एक बार मिला ले उसके बाद उसकी छोटी – छोटी लोई काट ले |
फिर उसे थोड़ा बेल दे और उसके बीच में थोड़ा सा आलू का वो रखे |
और उसे अच्छी तरह से बंद कर दे |
और ऐसे तेल में डाले |और उसे धीमी आंच पे पकाये |
जब वह हल्का गोल्ड कलर की हो जाये तो उसे निकाल दे |
और वैसे ही पूरी कचोड़ी को बना ले |अब उसे हरी चटनी के साथ साथ पड़ोसे |

Counter Decoration....
13/01/2019

Counter Decoration....

14/09/2018
25/07/2018

ફરાળી વાનગી
1) ફરાળી હાંડવો

સામગ્રી: એક બટાકા ની છીણ ,એક કપ પલાળેલા સાબુદાણા, રાજગરો અડધો કપ, શિંગોડા નો લોટ અડધો કપ, સિંગદાણા નો ભૂકો ૨ ચમચી, ૧ ચમચી દહીં, ખંડ, આદુ-મરચા ની પેસ્ટ ૧ ચમચી , લાલ મરચું, અડધી ચમચી તક-લવિંગ નો ભૂકો, સ્વાદાનુસાર મીઠું.
રીત: ઉપરની બધી સામગ્રી મિક્ષ કરી પાણી થી જાડું ખીરું રાખવું, હવે ગેસ પર કઢાઈ મૂકી ૨ ચમચી તેલ નાખી જીરું નાખવું , ૧ ચમચી તાલ નાખવા, લીમડો નાખવો , પછી બનાવેલું ખીરું પુડલા જેટલું પાથરવું , ધીમો ગેસ રાખવો . ડીશ ઢાંકી દેવી . પાંચ મિનીટ રાખવું . પછી પલટાવી ને પાંચ મિનીટ રાખવું . પૂડા જેવો હાંડવો થશે.
………………………………………………………………………………..
2) કેળા ના પકોડા
સામગ્રી: ૨ પાકા કેળા , અડધો કપ શિંગોડા નો લોટ, મીઠું, શેકેલું જીરા પાવડર અડધી ચમચી, આદુ-મરચા ની પેસ્ટ એક ચમચી, દહીં ૨ ચમચી
રીત: પાકા કેળા ના ટુકડા કરી, બાકીની બધી સામગ્રી ઉમેરી મિક્ષ કરી કેળા ને દબાવી દેવા, હવે તેલ મૂકી પકોડા ધીમા તાપે તળવા . ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.
…………………………………………………………………………………
3) મોરૈયા ના દહીંવડા
સામગ્રી: ૧૦૦ ગ્રામ બાફેલો મોરૈયો , ૩ ચમચી શિંગોડા નો લોટ, ગ્રીન ચટણી, ખજુર-આંબલી ની ચટણી, મસાલા વાળું દહીં
રીત: બાફેલો મોરૈયો લઇ તેમાં શિંગોડાનો લોટ ઉમેરી મિક્ષ કરી તેના ગોળા વાળવા, તેલમાં ચમચા થી લઇ તળી લેવા , પ્લેટ માં ઠંડા કરવા , પછી સહેજ દબાવવા, પછી તેમાં ગ્રીન ચટણી ( સિંગ, કોથમીર, લીલા મરચા, લીંબુ અને ખાંડ) નાખવી,તેના પર ખજુર-આંબલી ની ચટણી નાખવી , પછી તેમાં મસાલા દહીં ( મીઠું-મરચું -ખાંડ ) નાખવું . કોથમીર નાખી સર્વ કરવું .
………………………………………………………………………………….
4) રાજગરા ના વડા
સામગ્રી: રાજગરા નો લોટ ૧ બાઉલ, મસળેલા કેળા ૪ નંગ , આદુ-મરચા ની પેસ્ટ, તલ-કોથમીર-લીંબુ નો રસ, દળેલી ખાંડ
રીત: રાજગરા ના લોટ માં ઉપરની સામગ્રી મિક્ષ કરી કઠણ લોટ બાંધવો , થેપી ને વડા કરવા. કડાઈ માં તેલ મૂકી, લાલાશ પડતા મીડીયમ તાપે તળવા. ડીશ માં તળેલા મરચા , બટાટા ની વેફર કે કાતરી સાથે સર્વ કરવા.
…………………………………………………………………………………..
5) સુરણ ની ખીચડી
સામગ્રી: ૨૫૦ ગ્રામ સુરણ (સુરણ ને છોલી , છીણી ને ,પાણી માં ૧ કલાક રાખવું ), લીલા મરચા, લીમડા ના પાન, સિંગ નો ભૂકો ૫૦ ગ્રામ, ખાંડ, મીઠું,
રીત: કડાઈ માં ૪ ચમચી તેલ મૂકી ગરમ કરવું , જીરું નો વઘાર કરવો, લીમડો નાખવો, તેમાં ૨ લીલા મરચા, તથા લવિંગ-તજ નો ભૂકો નાખવો . પછી તેમાં છીણેલું સુરણ નાખવું, સિંગ નો ભૂકો નાખવો. મીઠું અને પાણી નાખી ધીમા તાપે ચડવા દેવું. ચડવા આવે એટલે ખાંડ ૧ ચમચી નાખવી . અને છેલ્લે લીંબુ નો રસ ૧ ચમચી નાખવો . ડીશ માં કાઢી દહીં સાથે સર્વ કરવું .
………………………………………………………………………………………
6) ફરાળી પાતરા
સામગ્રી: રાજગરા નો લોટ ૧ બાઉલ, મોરૈયા નો લોટ ૧ બાઉલ , દોઢ ચમચી લીંબુ નો રસ, લાલ મરચું ૨ ચમચી , ખાંડ , અળવી ના પણ ૩ નંગ , મીઠું
રીત: ૧ બાઉલ માં રાજગરા નો લોટ, મોરૈયા નો લોટ મિક્ષ કરી તેમાં લીંબુ નો રસ, મીઠું, લાલ મરચું, અને ખાંડ નાખી ખીરું તૈયાર કરવું . અળવી ના ઉપર તે ખીરું ચોપડવું પછી તેના રોલ વાળી બાફવા .ઠંડા પડે પછી કાપવા. કડાઈ માં તેલ મૂકી જીરું, તલ, લીલા મરચા નાખી પાતરા વઘારવા. નીચે ઉતાર્યા પછી તેના પર દાડમ ના દાણા , અને કોપરા ની છીણ નાખી સર્વ કરો .
………………………………………………………………………………………..
7) સાબુદાણા ના વડા
સામગ્રી: બાફેલા બટાકા નો માવો (૬ બટાટા), શેકેલા સિંગ દાણા નો અધકચરો ભૂકો અડધો બાઉલ , કોથમીર-મરચા ની પેસ્ટ ૨ ચમચી, દોઢ ચમચી લીંબુ નો રસ, મીઠું, આઠ થી દસ કલાક પલાળેલા સાબુદાણા ૧ બાઉલ
રીત: બટાટા ના માવા માં શેકેલા સિંગ દાણા નો અધકચરો ભૂકો , કોથમીર-મરચા ની પેસ્ટ , લીંબુ નો રસ, મીઠું, મિક્ષ કરી દેવું . છેલ્લે પલાળેલા સાબુદાણા ૧ બાઉલ નાખવા . હાથથી થેપી ને ગોળ વડા તૈયાર કરી તળવા.
……………………………………………………………………………………………
8)ફરાળી માલપુંવા
સામગ્રી: સાબુદાણા નો લોટ , મોરૈયા નો લોટ , શિંગોડા નો લોટ, રાજગરા નો લોટ ( દરેક લોટ ૪ ચમચી), શેકેલો દૂધ નો મોળો માવો ૩ ચમચી, એલચી પાવડર ૨ ચમચી, કાજુ પાવડર ૨ ચમચી,
રીત: સાબુદાણા નો લોટ , મોરૈયા નો લોટ , શિંગોડા નો લોટ, રાજગરા નો લોટ મિક્ષ કરી દૂધ ઉમેરી જાડું ખીરું તૈયાર કરવું. પછી સ્ટફિંગ તૈયાર કરવા શેકેલો દૂધ નો મોળો માવો , એલચી પાવડર , કાજુ પાવડર મિક્ષ કરો .કડાઈ માં ૨ ચમચી ઘી નાખી ગ્રીસ કરવું, અને બનાવેલું તૈયાર ખીરું તેના પર પાથરવું . થોડીવાર પછી ઉથલાવવું, ઉથ્લાયા પછી તેને પર બુરું ખાંડ નાખી વચ્ચે સ્ટફિંગ તૈયાર કરેલું નાખી તેના પર બીજો પેહલે થી તૈયાર કરેલો માંલ્પુડો મૂકી દેવો. સહેજ પછી દબાવવું . હવે તેને ઉતારી બાદમ-પીસ્તા ની કતરણ નાખી સર્વ કરો .
…………………………………………………………………………………………….
9) ફરાળી સેવ-પૂરી
સામગ્રી: રાજગરા નો લોટ ૧ બાઉલ, બફેલો બટાકો ૧ નંગ, ૨ ચમચી મરચું, તેલ, મીઠું, દાડમ ના દાણા , બટાકા ની સેવ ( બફેલો બટાકો, મરચું, મીઠું, નાખી સેવ કરવી), ગ્રીન ચટણી, દહીં, ફુદીનાની ચટણી ( કોથમીર ,ફુદીનો , લીંબુ, મીઠું, લાલી મરચા, સિંગ દાણા ) ,રાજગરા ની પૂરી ( રાજગરા નો લોટ, ૧ બફેલો બટાકો , તેલ, ગરમ પાણી થી લોટ કરવો)
રીત: રાજગરા ની પૂરી પર બાફેલા બટાટા ના ટુકડા કરી મુકવા, જીરું -મીઠું નાખેલું મોળું દહીં પાથરવું, તેના પર ફુદીના ની ચટણી, ગ્રીન ચટણી, નાખવી . તેના પર બટાકા ની સેવ નાખવી, દાડમ ના દાણા નાખી સર્વ કરવું.
…………………………………………………………………………………………….
10) પનીર ડ્રાય -ફ્રુટ રોલ
સામગ્રી: ૫૦ ગ્રામ છીણેલું પનીર, બુરું ખાંડ ૩ ચમચી, એલચી પાવડર ૧ ચમચી, ૫૦ ગ્રામ સિંગ દાણા નો ભૂકો
રીત: ઉપર નું બધું મિક્ષ કરી લેવું . થેપલી બનાવી તેમાં કાજુ-બાદમ-દ્રાક્ષ ની કતરણ નાખવી. નાના -નાના મુઠીયા જેવું વાળવું. પછી ફ્રીજ માં સેટ કરવા ૪ કલાક મુકવું પછી બહાર કાઢી એ રોલ ને કટ કરવા . ફ્રીજ માં દસ દિવસ રહે છે.
…………………………………………………………………………………………………
11) સાબુદાણા ની કટલેસ
રીત: ૪ નંગ બાફેલા બટાકા નો માવો લઇ તેમાં ૧૫ થી ૨૦ મિનીટ પલાળેલા દોઢ ચમચી સાબુ દાણા , ૩ ચમચી, રાજગર નો લોટ, ૨ ચમચી અડું-મરચા ની પેસ્ટ, ૨ ચમચી ટોપરા નું ખમણ, અડધી ચમચી શેકેલા જીરા નો પાવડર, ૪ ચમચી શેકેલા સિંગ દાણા નો પાવડર , ૨ ચમચી બુરું ખાંડ , લીંબુ ના ફૂલ ટેસ્ટ પ્રમાણે , તથા મીઠું નાખી મિક્ષ કરવું . હવે કટલેસ ના બીબા માં મૂકી કટલેસ બનાવવી પછી કટલેસ ના રેજગ્ર ના લોટ માં રગદોળી ને શેલો ફ્રાય કરવી . હવે સર્વ કરો ગ્રીન ચટણી સાથે..
……………………………………………………………………………………………………..
12)ફરાળી પુરણપોરી
રીત: પુરણ ની રીત ( ૧ ચમચી ઘી કડાઈ માં લઇ ગરમ લેવું, તેમાં ૪ થી ૫ નંગ બાફેલા બટાકા નો માવો નાખવો, બુરું ખાંડ ૧૨૫ ગ્રામ નાખવી , ૨ ચમચી એલચી પાવડર, અડધી ચમચી જાયફળ પાવડર, ૨ ચમચી ખસ ખસ નાખવી, ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવું , ઠંડુ પાડવું) દોઢ કપ રાજગરા નો લોટ, તેમાં ૨ ચમચી શિંગોડા નો લોટ નાખી પાણી થી બાંધવો, નાના લુવા કરવા . આરા લોટ અથવા રાજગરા ના લોટ નું અટામણ લઇ એક લુવો વણવો . અને તેના પર ઉપર નું પુરણ ૧ ચમચી મૂકી કચોરી જેવું બંધુ કરી ફરીથી સહેજ વણવું અને નોન સ્ટીક પર ઘી થી શેકી લેવું . હવે સર્વ કરો .
…………………………………………………………………………………………………………..
13) ફરાળી અપ્પમ
સામગ્રી: શિંગોડા નો લોટ ૩ ચમચી , ૩ કલાક પલાળેલો ક્રશ કરેલો ૧૦૦ ગ્રામ મોરૈયો, આદુ-મરચા ની પેસ્ટ , છીણેલી દુધી , ખાવા નો સોડા.
રીત: મોરૈયો લો, તેમાં શિંગોડા નો લોટ, શેકેલા અધકચરા સિંગ દાણા, જીરુ, તલ, નાખવા . કાજુ ના ટુકડા નાખવા , બાફેલા સૂરણ-બટાકા નાખવા, ગાજર ની છીણ ૧ ચમચી ,કાકડી ની છીણ ૧ ચમચી નાખવી , કોથમીર, અડું-મરચા ની પેસ્ટ નાખવી . મરચું પાવડર ૧ ચમચી, સિંધાલુણ ૧ ચમચી, ખાવાનો સોડા ચપટી નાખી મિક્ષ કરો . તેને ખાડા વાળી અપ્પમ ની કડાઈ માં ગ્રીસ કરી પાથરો. ૨ થી ૫ મિનીટ માં થઇ જશે.અપ્પમ ને દહીં ( દહીં માં ખાંડ , મીઠું, જીરું નાખી વઘાર કરવો)સાથે પીરસવું
………………………………………………………………………………………………………….
14) બટાકા કોપરાના કોફતા
સામગ્રી : બાફેલા બટાકા 4 થી 5 નંગ , તાજું પનીર 100 ગ્રામ , કોપરાનું છીણ 100 ગ્રામ , દૂધ 100 ગ્રામ , શિંગોડા નો લોટ 50 ગ્રામ , કોથમીર લીલા મરચા જરૂર મુજબ , રાજગરા નો લોટ 50 ગ્રામ , જીરું 1 ચમચી , ટામેટા 4-5 , ખાંડ 2-3 ચમચી , સિંધાલુણ સ્વાદ મુજબ , મરચું જરૂર પુરતું
રીત : કોફતા બનાવવા માટે બાફેલા બટાકા ને છોલી તેનો છૂંદો કરો. તેમાં પનીર નું છીણ કરી ભેળવો , આમાં શિંગોડા નો લોટ , લીલા મરચા અને કોથમીર , મીઠું અને મરચું ભેળવીને તેના કોફતા વાળો. આ કોફતા ને રાજગરા ના લોટ માં રગદોળી ને પછી તળી લો , બીજી કડાઈ માં 3 થી 4 ચમચા તેલ ગરમ કરી તેમાં સહેજ મીઠું નાખી ટામેટા ની પ્યુરી રેડી ગરમ કરો , તેમાં સિંધાલુણ અને ખાંડ ભેળવો , કોપરા નું છીણ અને દૂધ ઉમેરી ખદખદવા દો. તે પછી કોફતા નાખી ગરમાગરમ ફરાળી કોફતા રાજગરા કે શિંગોડા ના લોટ ની પૂરી સાથે ખાવ.
……………………………………
15) સાબુદાણા ની ખીર
સામગ્રી : દૂધ દોઢ લીટર , સાબુદાણા પા કપ , એલચી નો પાવડર-પા ચમચી , સમારેલો મેવો જરૂર પુરતો , કેસર થોડા તાંતળા
રીત : સાબુદાણા ને ખીર બનાવવાના અડધો કલાક પેહલા ધોઈ , પાણી નીતારી ને રાખી મુકો. જાડા તળિયાવાળી તપેલી માં દૂધ ગરમ કરો , દૂધ ઉકાળવા લાગે અને તેમાં ચાર પાંચ ઉભરા આવે એટલે સાબુદાણા નાખી દો . આને સતત હલાવતા રહો , સાબુદાણા બરાબર ગળી જવા દો. તે પછી તેમાં ખાંડ નાખો. ખીર ઘટ્ટ થવા લાગે અને સાબુદાણા એકદમ પારદર્શક થઇ જાય એટલે આંચ પરથી નીચે ઉતારી લો. કેસર ને થોડા પાણી માં ઘોળો . હવે ખીર માં સમારેલો મેવો , એલચી નો પાવડર અને કેસર ભેળવો . આના પર તમે ઈચ્છો તો આજુ ના ટુકડા અને પીસ્તા ના ટુકડા ભભરાવી શકો..

🙏🙏jay Shree Krishna 🙏🙏

Address

485, GujaratHousing Board, Near Ganga-Jamna Soc. , Surati Bhagol
Ankleshwar
393001

Telephone

9825906362

Website

Alerts

Be the first to know and let us send you an email when Jay Ambe Rasoiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jay Ambe Rasoiya:

Videos

Share

Category


Other Caterers in Ankleshwar

Show All