18/02/2024
TRAI ક્યારેય કોઈ મેસેજ મોકલતું નથી અથવા મોબાઈલ નંબરની ગેરકાનૂની પ્રવૃત્તિઓની ચકાસણી/ ડિસ્કનેક્શન/ રિપોર્ટિંગ માટે કોઈ કૉલ કરતું નથી.TRAIના નામે આવતા આવા કોઈપણ મેસેજ/કોલ્સથી સાવધ રહો. TRAI તરફથી હોવાનો દાવો કરતો કોઈપણ કૉલ અથવા સંદેશ સંભવિત રૂપે છેતરપિંડી કરવા માટે આવેલ છે તેમ માનવું જોઈએ અને તેની જાણ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (www.cybercrime.gov.in) અથવા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન (1930) પર કરવી જોઈએ