04/11/2023
કતલખાને થી ૧૮ મૂંગા જીવોને છોડાવી Rajkot Mahajan Panjarapole Rajkot (રાજકોટ મહાજન પાંજરાપોળ) પહોચાડ્યા...
મારા પિતાશ્રીના બેસણા/ઉઠમણાં માં મારા પરમ મિત્ર અને જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના સેવાભાવી સ્થાપક તથા રાજકોટના પ્રખ્યાત એવરમાસ્ટર મંડપ સર્વિસ વાળા શ્રી Apul Doshi / Apul Doshi ની મંડપ વ્યવસ્થાની વ્યવસાયિક ધોરણે સેવા લીધી, બે દીવસ પછી એમને તેમની સેવાનું બિલ જાણવા ફોન કર્યો તો 49,000 બિલનું ચુકવણું કરવા તેમની ઓફિસે રૂબરૂ ગયો અને કહ્યુ કે "જો શક્ય હોય તો થોડું ડિસ્કાઉન્ટ આપો..!!" મારા આશ્ચર્ય વચ્ચે તેમણે કહ્યુ કે "ડિસ્કાઉન્ટ ૧૦૦% આપીએ છીએ, પરંતુ આપને જણાવીએ કે અમે તો કોઈના પણ માઠા પ્રસંગમાં આપેલ મંડપ સર્વિસનાં પૈસા અમારી પાસે રાખતા જ નથી, બલ્કે મારા લઘુ બંધુ અમિત દોશી જે કંઈ પણ રકમ આવે તે લઈને સીધા જ રાજકોટનાં મોચિબજાર ખાતે આવેલ કતલખાને પહોચીને ત્યાં કપાઈ જવા માટે લાઇનમાં ઉભેલા જીવોને તેની કિંમત ચૂકવીને છોડાવી લ્યે છે!" મને કહ્યું કે "આપ જો જઈ શકતા હોવ તો એમની સાથે ત્યાં અત્યારે જ પહોંચી જાવ અને આ પૈસા તેમાં વાપરીને તમારા સ્વ હસ્તે જ આ પુણ્ય કમાઈ લો...!!" મિત્રો હું તત્કાલ એમની સાથે ત્યાં ગયો અને એ કાર્ય માટે બિલની રકમમાં ઉમેરો કરીને આ કર્યુ...
અત્રે ઉલ્લેખનીય છે કે આ જીવદયાનું ઉત્તમ કાર્ય આ દોશી બંધુઓ છેલ્લા ૧૫ વર્ષથી નિયમિત રૂપથી કરે છે અને અત્યાર સુધીમાં તેઓએ લાખો જીવોને બચાવ્યા છે, એટલું જ નહી એમણે પોતે દર વર્ષે પેઢીના સરેરાશ ૧૪ લાખ આ કાર્યમાં વાપરવાનો સંકલ્પ અવીરત જાળવી રાખ્યો છે..
વંદન છે આ રામ લક્ષમણની જોડી જેવા શ્રી અપુલભાઈ અને શ્રી અમિતભાઇ દોશી ને...