Our Story
With the mega rush of events and shoots and projects overflowing each season, do you find
yourself held back in work due to the lack of a work space?
Do you avoid taking up indoor photography projects because of the need for a good studio and top-notch equipment at a reasonable rate? Do you drive away potential clients as you cannot provide the right kind of studio environment and lighting equipment required for the shoot?
Many photographers switch to outdoor shoots to dodge such issues. While outdoor photography has its benefits, it also has some unpredictable factors that affect a photographer’s work indefinitely. Weather conditions and lack of control over natural lighting are challenges that are hard to evade.
At SLAP STUDIOS, our idea is to curb such problems and their aftermath. Be it Portraits or Family shoots, Fashion or Product Photography, working in a controlled environment always gives better results with ease.
આપણે સવ જાણીએ છીએ કે પ્રકાશલેખન એટલે કે ફોટોગ્રાફીના અપાર ઉપયોગ છે. મને લાગે છે કે એવું કોઈ ક્ષેત્ર નઈ હોઈ જ્યાં લોકોને ફોટોગ્રાફીથી લાભ ન થતો હોઈ. રોજ બ રોજની જીંદગીમાં લોકો અનેક વખત પોતાના મોબાઈલ અથવા કોમ્પેક્ટ કેમેરાથી ફોટોગ્રાફી કરતા હોઈ છે.
ફોટોગ્રાફી નું આટલું મહત્વ શા માટે? એમ કહેવાય છે કે A PICTURE IS WORTH A THOUSAND WORDS.
પણ વ્યવસાયિક રીતે ફોટોગ્રાફી કરવી અને સફળતા મેળવવી એ સહેલું નથી. દરેક ધારકની જરૂરિયાત, અપેક્ષા અને ખર્ચ મર્યાદા અલગ હોઈ છે. સમય મર્યાદામાં રઈ ને જે ગ્રાહકને પસંદ આવે, ઉપયોગમાં આવે અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ફોટો રજુ કરી શકે એજ ફોટોગ્રાફીને વ્યવસાય તારીખે અપનાવી શકે.
ફોટોગ્રાફી એક કળા છે અને ખુબજ TECHNICAL ART છે. માટે એક અલગ દ્રષ્ટિની સાથે કેમેરા અને બીજા અનેક સાધનોનું સંપૂર્ણ જ્ઞાન હોવું પણ જરૂરી છે. આ સાધનો અત્યંત મોંઘા હોવા ને કારણે બધા ફોટોગ્રાફર તેમનો લાભ લઇ શકતા નથી.
જગતના સર્વશ્રેષ્ઠ ફોટોગ્રાફરો, ઉત્તમ પરિણામ મેળવવા માટે સારી રીતે યોજાયેલ સ્ટુડીઓ પસંદ કરે છે જ્યાં પ્રકાશ, હવા, તાપમાન અને બીજા પરિમાણો પર તેમનું પૂર્ણ નિયંત્રણ હોઈ છે. આવા સ્ટુડીઓની રચના કરવા માટે ઘણી મોટી જગ્યા હોવી જરૂરી છે. આ સાથે તેની સંભાળ રાખવી અને સમય સાથે નવા સાધનો વિકસાવા એ એક ખર્ચાળ, અઘરું તથા ખુબ સમય માંગતું કાર્ય છે.
આ કારણોના હિસાબે નવા ફોટોગ્રાફરોને ઉત્સાહ અને લગન હોવા છતાં પણ આ ક્ષેત્રમાં પગ મુકતા અચકાય છે અને આવે છે તો પુરતી સફળતા નથી મળતી એવું જોવા મળ્યું છે. સ્ટુડીઓના અભાવે આવા ફોટોગ્રાફરો માત્ર પ્રસંગો અને બહારના સમારંભમાં ફોટોગ્રાફી કરવા માટે બંધાયેલા હોઈ છે.
સ્લેપ સ્ટુડીઓસમાં, અમારું માનવું છે કે દરેક ફોટોગ્રાફરને સારા માં સારા સાધનોથી લેસ સ્ટુડીઓનો ઉપયોગ કરવાનો અધિકાર છે. ફોટોગ્રાફરને ક્યારેય પણ કામ કરવા માટે જગ્યા અને સાધનની ખોટ ન લાગે એવો અમારો સતત પ્રયત્ન રહેશે. ટુક સમયમાં, અમો આપની સમક્ષ એક એવો સ્ટુડીઓ રજુ કરીએ છએ જે ફોટોગ્રાફી જગતમાં એક મિસાલ બનશે. એક એવો સ્ટુડીઓ જ્યાં તમામ પ્રકારની ફોટોગ્રાફી થશે અને આપના સમય પર, આપના જ ગ્રાહકો સાથે થશે. નવા તથા અનુભવી વડીલ ફોટોગ્રાફરોને ઉપયોગી થાય, જ્ઞાન અને વિચારોની આપ લે થાય અને સરવાળે ફોતોગ્રફિક ઉદ્યોગનો વધુ માં વધુ વિકાસ થાય એજ અમારો પ્રાથમિક ધ્યેય છે.
આ કાર્ય માટે આપના તરફથી આવેલા સૂચનોને સકારાત્મકતા થી સ્વીકારમાં આવે છે.
આભાર.