10/10/2016
* સોનલ નવરાત્રી મહોત્સવ નાં આયોજકો એ તહેવાર નાં વ્યાપારીકરણ નાં બદલે માતા ની આરાધના ને મહત્વ આપ્યું
* છોકરી હોય કે છોકરો તમામ ને વિનામૂલ્ય એન્ટ્રી નાં આયોજકો નાં નિર્ણય ને ખૈલયાઓ એ આવકાર્યો
---------------------------------------------------
ગુજરાત ની શાન ગણાતા ગરબા નાં તહેવાર ને ગુજરાત નાં જ ધંધાદારી માનસિકતા ધરાવતાં લોકો એ કમાણી નું સાધન બનાવ્યું છે. અને એમા ભરૂચ નાં પણ ગરબા આયોજકો બાકાત રહ્યાં નથી.પરંતું આ વર્ષે સોનલ નવરાત્રી મહોત્સવ નાં આયોજકો એ માતાજી ની આરાધના ને મહત્વ આપતાં તમામ ને વીનામુલ્યે એન્ટ્રી નાં નિર્ણય ની પ્રશંસા થઈ રહી છે.
માતાજી ની આરાધના નું પર્વ નવરાત્રી ગરબા માટે આખા વિશ્વ માં પ્રખ્યાત છે. પરંતું દુ:ખ ની. વાત એ છે કે ગરબા નું આયોજન આરાધના માટે નહી પણ તહેવાર ની આડ માં બે પૈસા કમાવી લેવાની લાલચ નાં ભાગરૂપે કરવામાં આવે છે. આયોજકો ને આવા આયોજનો પાછળ મોટો અને ચોખ્ખો નફો દેખાતો હોય છે. પરંતું ભરૂચ નાં સોનલ નવરાત્રી મહોત્સવ નાં આયોજકો એ ૧૦૦૦ થી ૨૦૦૦ રૂ નાં પાસ વેચવાની લાલચ ને વશ થયા વીના છોકરી હોય કે છોકરો તમામ પાસે ગરબા. રમવા કોઈ જાત ની રકમ લેવામાં આવતી નથી.પરંતુ ગરબા ગ્રાઉન્ડ ની શોભા ઘટે નહીં તેં માટે ખૈલયા ઓ ને ટ્રેડિશનલ ડ્રેસ પહેરવા પર ભાર મુકવામાં આવ્યો છે. આ વર્ષે સોનલ નવરાત્રી મહોત્સવ નું આયોજન એચ.આર કન્ટ્રકશન નાં હેમંતભાઈ પટેલ(સિમરઠાવાળા),કન્વીનર સુનિલ નેવે,બિલ્ડર કમલેશ પટેલ,રીજેન્ટા હોટલ નાં માલિક અમિત પ્રજાપતિ,ગાયત્રી ફાઇનાન્સનાં મલિક અમિતભાઇ સોની,વીરપાલસિંહ અટોદરીયા,ધવલ પટેલ,હિના નાયક,હિના પાનવાલા,કેયૂર પટેલ, રાજેશ પટેલ ( દેરોલવાલા)ઓ એ માતાજી ની આરાધના નાં દ્રષ્ટિકોણ થી ખૈલયા નાં હિત માં લીધેલો આ નિર્ણય અન્ય ધંધાદારી ગરબા આયોજકો માટે શીખ સમાન ગણી શકાય.